એટલામાં તો….

ક્યારેક એવું પણ બને કે બે વ્યક્તિ વચ્ચે એક અજબનો સંબંધ બંધાઈ રહ્યો હોય છે, એક પ્રેમ પ્રકરણની પૃષ્ઠભૂ તૈયાર થઈ રહી હોય છે… જે આસપાસના લોકો જોતા હોય છે પણ તેની એ બે વ્યક્તિઓને જ જાણ નથી હોતી.. કેવું ગજબ કહેવાય નહિ…
ચારેક વર્ષ પહેલાં ગુજરાત સમાચારની પૂર્તીમા એક કવિતા વાંચી હતી… જેમાં આ જ વાત સુંદર રીતે રજૂ કરી છે કવિ શ્રી જગદીશ વ્યાસજી એ… આ કવિતા મારા મનમાં રમતી જ રહે છે…  કોઈક ને કોઈક કારણસર… એટલે મન થયું કે અહીં share કરું…
તો ચાલો માણીએ….

“એટલામાં તો…. ”

આપણે હજી જાણતા નથી એકબીજાનું નામ
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.
જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એજ દુકાને તું પણ આવે વ્હોરવા માટે સોય.
ગામ એવું કે હાલતાં ભેગાં થઈએ ઠામોઠામ
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.
એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ
આપણી વચ્ચે આટલી છે બસ લેણ ગણો કે દેણ.
નેણ મળે ને અમથું હસી પડતાં સામોસામ
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.
કાલ સાંજે તો આરતી ટાણે ભીડ જામી’તી બહુ
‘જય અંબે માં, જય અંબે માં’ ધૂન ગાતા’તા સહુ.
ધૂન ગાતાંતા આપણે ‘રાધેશ્યામ હો રાધેશ્યામ’
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.

~જગદીશ વ્યાસ

Advertisements

હમેશા હોઠો પર રહેતી પંક્તિઓ……

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહીં રૂઠું ઠું

છતાં માનું નહિં, તો માનજે એ રૂષણું જુઠું

ઉઘાડો તો ખબર પડશે, છે પાનાં યાદના કેવા

ઉપર તો માત્ર દેખાશે, સદા બરછટ કઠણ પૂઠું 

અને એક દિવસ ઊંઘ થોડી લાંબી થઈ જશે 

મને ઊઠાડવાને મથશે તું…… નહીં ઊઠું…..!!!!!! 

BY- DR. વિવેક ટેલર