ભારતવાસી છું હું…

કચ્છી છું હું ગુજરાતી છું હું

સૌથી પહેલા ભારતવાસી છું હું

બધા ધર્મો એક થાય છે જ્યાં

એવા રાષ્ટ્રનો રહેવાસી છું હું

ભળતી પાણીમહીં સાકર છે જેમ

એમ એકમેકમાં ભળતી જ્ઞાતિ છું હું

1721 જ્યાં છે ભાષા બોલાતી

છતાં એકતા ત્યાં તોડે ના તોડાતી

કૃષ્ણ, બુદ્ધ, સરદાર છે જ્યાં જન્મ્યા

એવા મલકનો નિવાસી છું હું

ગર્વ છે મને ભારતવાસી છું હું

અભિમાન છે મને ભારતવાસી છું હું

કચ્છી છું હું ગુજરાતી છું હું

સૌથી પહેલા તો ભારતવાસી છું હું


~ કલ્પતરૂ

Advertisements