“મૈત્રી”

અત્યારે  યાદ નથી કે આપણી મૈત્રી ની શરૂઆત ક્યારથી થઇ…
જ્યારથી પણ થઇ પણ એની સિંચાઇ સારા વ્યવહાર થી થઇ..
વીચાર્યું પણ નહોતુ કે આટલો પંથ કાપશે આ સંબન્ધ..
વર્ષો વીત્યા ની સાથે સાથ બનશે મજબૂત અકબંધ..
ક્ષણ બે ક્ષણ થોભિને જોઉં છું જો પાછો વળીને
આનંદ આપે છે એ ક્ષણો અંતરમનમાં સમૂઘી વિસ્તરીને..
દૂર છે તું છતાં તારી હાજરી હોય એવું લાગ્યા કરે ક્યારેક..
અને હર્ષ ની પળોમાં તારી ગેરહાજરી ખલે છે ક્યારેક..
દૂર થયા પછી વધારે તો કઈ નથી મળી શક્યા આપણે
છતાં પણ એકબીજાથી દૂર નથી થઇ શક્યા આપણે..
~ કલ્પતરૂ

Advertisements

Tu mali chhe jyarthi – SoundCloud

A song which is written, composed and sung by me.. click the link and listen to the song..

સુર અને તાલ માં ધ્યાન ના આપતા.. શબ્દો અને ભાવનાઓમાં ધયાન આપો.. કારણ કે સારું ગાવાનું મારામાં પ્રતિભા નથી પણ શોખ છે…
અહીં ગીતના શબ્દો લખેલ છે…

તું મળી છે જ્યારથી…
ઘેલો થયો છું ત્યારથી
તારી ચાહતને પામવા
હું મથ્યો છું ત્યારથી..

મન છે મારું પતંગીયું
તું ગુલાબનું મહેકતું ફૂલ
મોહ લાગ્યો તારી સુંગંધનો
ન્યોછાવર થવાની કરવી છે ભૂલ

Listen to Tu mali chhe jyarthi by Kalpataru Dhanani #np on #SoundCloud