તું અને તારી વાતો…

તું અને તારી વાતો
વિચારતાં જાગું આખી રાતો
કેવો ગજબ નો છે આ નાતો
જવાબ શોદ્યે નથી શોધાતો..

ખુલ્લી આંખે જોઉં  સપના
સપનામાં જોઈ તને હરખાતો
પીધા છે જામ તારી ચાહતના
થાક ઉજાગરાનો કેમેય નથી વર્તાતો..

સરોવરથી પણ ઊંડી તારી આંખો
અણકહ્યો પ્રેમ છે એમાં છલકાતો
મુખની મારા રેખાઓ જોઈ
ચહેરો છે તારો મસ્ત મલકાતો..

ફુરસદ મળે અનુભવિજો મનમાં
કિસ્સો તારોમારો કેવો છે ગરમાતો
સ્નેહના સાગરમાં વ્હાલની કસ્તી પર
એકમેકના હૈયે હસીન છે ચિતરાતો..

~ કલ્પતરૂ

Advertisements

સ્વપ્નસુંદરી

image

ઝંખનાઓનો સાપ હૃદયમાં ભીતર દંશ મારે
દિલ પ્રેમરૂપી ઝેરનું મારણ પામવા વલખાં મારે
તડપની આ ખરબચડી સડકની પેલી પારે
સ્વપ્નોની સુંદરી રમતિયાળ નયનો ઉછાળે
સમય આવશે ત્યારે કિસ્મત ના સથવારે
થશું એ સ્વપ્નસુંદરીના અમે પ્રાણદુલારે
આગમનથી જેના જીવન ઉત્સવ બનશે અમારું
રાહ જોતી હશે એ નાર ક્યાંક પોતાને દ્વારે

~ કલ્પતરૂ