હું અને તું બન્યા બસ એકબીજાની માટે – SoundCloud

એક સાંજે એક સંગીતની ધુન સાંભળી અને ખબર નહિ ક્યાંથી પ્રેરણા મળી અને મારા હાથમાં પેન લીધી અને કાગળ પર એક ગીત લખાઈ ગયું, ગીતની ધુન રચાઈ ગઈ અને ગીત ગવાઈને સંગીત સાથે રેડી પણ થઈ ગયું…..  બધું અનાયાસે, અકસ્માતે, અચાનકથી જ….
આ રહ્યા એ ગીત ના શબ્દો….

હું બન્યો તારા માટે, તું બની મારા માટે
હું અને તું બન્યા બસ એકબીજાની માટે
મન મારું લાગે નહીં,  તારા વિના ગમે નહીં
મન મારું ભમે પડ્યું તારા ખયાલોની વાંહે
વારે ઘડી ફોન ખણુ ને વ્હોટ્સએપ ચેક કરુ
બાવરો હું થઈ જાઉં તારો મિસકોલ જો ન આવે
હું નથી તારી સાથે તુ નથી મારી સાથે
પણ મનથી આપણે રહીશું એકબીજાની સાથે
હું બન્યો તારા માટે, તું બની મારા માટે
હું અને તું બન્યા બસ એકબીજાની માટે
.

ગીતની લીંક અહીં નીચે આપેલ છે…
જોકે મારો અવાજ સારો નથી… પણ છતાં એક વખત સાંભળી જુઓ
#np on #SoundCloud

Advertisements

” તારો ખયાલ “

જ્યારે પણ તારો ખયાલ આવે છે
મારા મુખ પર એક ગજબ મુસ્કાન આવે છે

જ્યારે ફોન પર થાય છે તારા મેસેજ નું vibration
ચહેરા પર થાય છે અવનવી સ્માઇલ્સ નુ collaboration

જ્યારે તું દુઃખી છે એવો આભાસ થાય છે
ત્યારે મન મારું પણ અતિવિચલિત થઈ જાય છે

જ્યારે તું મારાથી દૂર જશે, ત્યારે ખબર નહિ શું થશે?
કદાચ મારી હાલત એક નિર્જન ટાપુ પર રહેતા વ્યક્તિ જેવી હશે!!!!

~ કલ્પતરૂ

Laagi re lagan laagi re from gujarati movie BAS EK CHANCE in my voice – SoundCloud

હમણાં એક મસ્ત ગુજરાતી ફિલ્મ આવી રહી છે… બસ એક ચાંસ… તેનું એક કર્ણપ્રીય મસ્ત મજાનું રોમાંટીક ગીત છે… લાગી રે લાગી રે.. જે મેં ગાવાનો પ્રયાસ કર્યો છે..  #np on #SoundCloud

બદલવી દશાઓ

બદલવી દશાઓ બદલવી દિશાઓ
બદલવા બધાના વિચારો હવાઓ
નામુમકીન કહે લોકો એ પણ બદલવું
મુજ નાજુક સા હાથોને સઘળું બદલવું
જોવું છું હું સપના છે ઊંચા વિચારો
આ આંખોના દરિયાના સપના હજારો
હું છોકરી છું તો ટોકે છે લોકો
મને ડગલે ને પગલે વર્તાતો મુંજારો
નારી નારાયણી સહુ કહેતા ફરે છે
બસ આટલું કહી બધા શું કરે છે?
દેવીઓ સહુ પૂજે આરાધે કરે ભક્તિ
દેવી સમાન નારીની કમ આંકે છે શક્તિ
ઊડવું ખુલ્લા સુંદર નીલા આ આભે
મુજ પાંખો મુજને છે ઊડવા પુકારે
બદલવી દશાઓ બદલવી દિશાઓ
બદલવા બધાના વિચારો હવાઓ
~ કલ્પતરૂ