મારી પહેલી કવિતા… વરસાદી પ્રવાસ….

મારી લખેલી પહેલી કવિતા… જે લગભગ ૪-૫ વર્ષ પહેલાં લખી હશે… એક રેલગાડી ની સફરમાં…. વરસાદી માહોલ વચ્ચે.. લીલા ડુંગરા વચ્ચે..
તમે પણ માણો….

“વરસાદી પ્રવાસ”

ફુરસદની પળોમાં લખી છે નઝમો
કે સુંદરતા છે અપાર પ્રક્રુતિ ની ગોદ મા
જાણ્યું છે મેં આ સોહામણા સફર મા
કે સોળે કળાએ ખીલે કુદરત શ્રાવણ માસમાં
જોઈને પર્વતો રળીયામણા આ વરસાદમાં
આંખો અંજાઈ ગઈ મારી આજ ના પ્રવાસ માં
ખુશ્બુઓ ગ્રહણ કરી લીલોતરીની શ્વાસમાં
બદબુઓ ભુલાવી કપટી દુનિયાની મનમાં
છતાં કોઈ ઓછપ વર્તાય છે આ સફરમાં
દસ્તક પાડે છે કોઈ સ્મૃતિપટલમાં…..

.
~ કલ્પતરૂ

Advertisements